તીર્થરાજ વામનસ્થળી-વંથલીનો પ્રાચીન ઈતિહાસ-
ગરવા ગિરનારની પશ્ચિમ બાજુ વામનસ્થળી નામનું ઐતિહાસિક અને રમણીય નગર આવેલુ છે.
આ પૌરાણિક નગરમાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતારરૂપશ્રી વાનજીનું પ્રાગટ્ય થયેલુ છે.બળીરાજાનો દરબારગઢ અહીંયા છે.એજ દરબારમાં વામનજીએ રાજા પાસેથી ત્રણ પગલા જમીનની યાચના કરેલી ત્યારે વામનજીએ વિરાટ સ્વરૂપ ધારમ કરીને ત્રણ પગલામાં બળીરાજાનું સર્વસ્વ હરિ લીધુ.આ પ્રસંગથી જ ચાતુર્માસના નિયમોના પ્રારંભ થાય છે.હજારો વર્ષ પહેલા વામનસ્થળી નામે ઓળખાતુ ઐતિહાસિક નગર સમય વ્યતીત થતા "વંથલી"નામે પ્રચલિત થયુ.
અર્વાચીન ઈતિહાસ -
આ નગરનો અર્વાચીન ઈતિહાસ પણ અલૌકિક છે.ભગવાન શ્રી સ્વામિનારાયણ વન વિચરણ દરમિયાન ગિરનારની યાત્રા કરી ખંગારવાવમાં સ્નાન કરી વિ.સ.1856ના શ્રાવણ સુદી ત્રીજના મંગલ દિવસે સૌ પ્રથમ આ નગરમાં માકડિયાના ડેલે પધારેલા અને આ ગામથી ઉત્તર દિસામાં આવેલ ગંગનાથ મહાદેવના પુરાતન મંદિરમાં રાત્રિ રોકાયેલા અને પ્રાતઃકાળે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સૂર્યકુંડમાં સ્નાન કરેલુ.આ કૂંડ સૂર્યનારાયણના ઈતિહાસ સાથે સંકળાયેલો છે.આ તીર્થમાં શ્રીજી સમકાલીન મહામુક્તરાજ કલ્યાણબાપાનું ઘર હતુ ત્યાં હાલ મંદિર છે.આ મંદિરમાં શ્રીજી પ્રસાદીભૂત કાષ્ટનો સ્થંભ હાલ પણ મોજુદ છે.આ સ્થંભના દર્શન કરવાથી કલ્યાણ થાય છે એવું વરદાન સ્વયં પ્રભુએ આપેલુ છે.
દિવ્યભૂમિમાં ગુરુકુળની સ્થાપના
આ રીતે આવા અવર્ણનીય પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસથી દિવ્ય ભૂમિમાં મહાસમર્થ સંત શ્રી પ.પૂ. સદ્.શ્રી જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજીએ આ તીર્થ ભૂમિનો મહિમા વધારવા,મુમુક્ષુ આત્માઓને સત્સંગ સાગરમાં તરબોળ કરી મોક્ષભાગી બનાવવા અને વિદ્યાપ્યાસીઓને આદર્શ જીવનદ્વારા ધાર્મિક,સામાજિક અને શૈક્ષણિક સંસ્કારોનું સિંચન કરવાના મંગલ હેતુથી વિ.સં.2034ની શુભ સાલમાં શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ નામની વિશાળ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી.
આ ગુરુકુળના દિવ્ય વાતાવરણમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્કાર સાથે સંત શિરોમણિ એવા પ.પૂ.સદ. મોહનપ્રસાદ સ્વામી તથા પ.પૂ.સદ્.દેવપ્રસાદ સ્વામીની નિશ્રામાં રહી પોતાના જીવનને દીપાવી રહ્યા છે.આ ભાવિ નાગરીકો સમા ભૂલકાઓને સમાજજીવનમાં કેમ રહેવુ,પોતામાં રહેલુ સુષુપ્ત શક્તિઓને કેમ ખીલવવી,વ્યવ્હાર કુશળ કેમ બનવી વગેરે નાની નાની બાબતોનો ઝીણવટપૂર્વક ખ્યાલ રાખીને વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે.તદ્ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,ધાર્મિક પરીક્ષા,જનરલ નોલેજ અને રમતગમત દ્વારા વિદ્યાર્થીઓની આગવી કલાઓને ખીલવવામાં આવે છે.તેમ જ શૈક્ષણિક દ્રષ્ટિએ પણ આ સંસ્થા મોખરાનું સ્થાન ધરાવે છે.સાથો-સાથ ધાર્મિક કથા-વાર્તા અને પ્રાતઃપૂજા જેવા ધર્મમય પાસાઓ વડે જીવનમાં ચૈતનાત્મક પ્રાણ પુરાય છે.
ગુરુકુળમાં ઉપલબ્ધ સુવિધાઓ-
- તજજ્ઞ શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ પ્રદાન
- ઈન્ફોર્મેશન ટેકનોલોજીના પાયારૂપ કોમ્પ્યુટરનું શિક્ષણ
- સનાતન બ્રહ્મસંગીત વિદ્યાલય દ્વારા સંગીતનું જ્ઞાન
- વિદ્યાર્થીઓને અનુકુળ વ્યવસ્થાઓથી સજ્જ એવું છાત્રાલય
- એક સાથે 800 ભક્તો ભોજન કરી શકે એવું વિશાળ ભોજનાલય
- ચોખ્ખુ ઘી,દૂધ,દહીં,છાશ માટે સુંદર ગૌશાળા
- પ્રાકૃત્તિક સૌંદર્યની અનુભૂતિ કરાવતો બગીચો તથા રમત-ગમતનું મેદાન
- યાત્રિકો માટે ઉતારા-પાણી અને ભોજનની સગવડતા.
|