સંસ્થાપ્ય વિપ્રં વિદ્વાંસં પાઠશાલાં વિદ્યાપ્ય ચ
પ્રવર્તનિયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતં મહત્ શિક્ષાપત્રી 132
"બહુરત્ના વસુંધરા"ના ન્યાયે ભારતની ભાગ્યવંત ભૂમિને સ્વામિનારાયણીય ગુરુકુળોનું સૌભાગ્ય સાંપડ્યુ છે.જેમાં પ્રાચીનતીર્થ સમા વિરપુર ગુરુકુળનું સ્થાન અનેરું છે.
આ ગુરુકુળમાં સુંદર પર્યાવરણ વચ્ચે મુક્ત અને શાંત વાતાવરણમાં ધોરણ 5 થી 10 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ,સંગીત અને કોમ્પ્યુટર જેવી ત્રિવેણી જ્ઞાનગંગા સહજ ઉપલબ્ધ છે.
સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અને સુવિધાઓ
- શુદ્ધ,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પ્રસાદ ભોજનની ત્રણેય ટાઈમ વ્યવસ્થા
- આધુનિક તમામ સુવિધા સાથે છાત્રાલય,ભવ્ય પ્રાર્થના ખંડ
- ફર્નિચરથી આચ્છાદિત વિશાળ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ
- આધુનિક શિક્ષની માંગ પૂર પાડતી ધર્મજોગી કોમ્પ્યુટર વિદ્યાલય
- ગુણાતીત સંગીત વિદ્યાલય,લાયબ્રેરી,પ્રયોગશાળા,સંસ્કૃતપાઠશાળા
- ગૌશાળા,બ્રહ્માનંદ કેસેટ સેન્ટર
- શારીરિક સારવાર માટે આરોગ્યકેન્દ્ર વિશાળ ક્રિડાંગણ
- પ્રાંગણમાં સુંદર બગીચો અને શૌચાલય તથા સ્નાનાગારની સ્વચ્છ અને સુંદર સુવિધા
બાળ કિલ્લોલ - ક્રિકેટ,વોલીબોલ,બેડમિન્ટન ગેમ્સ,કરાટે અને કબડ્ડી જેવી અનેક રમતો દ્વારા બાળકોનો શારીરિક તેમજ માનસિક સર્વાંગી વિકાસ આ ગુરુકુળમાં થાય છે.
યાત્રા પ્રવાસ - સામાજિક તથા સાંપ્રદાયિક પ્રત્યક્ષ જ્ઞાન મલે તે માટે શૈક્ષણિક તેમજ ધાર્મિક પ્રવાસોનું દર વર્ષે સમયોચિત આયોજન કરવામાં આવે છે.
ઉત્સવ - સામાજિક,રાષ્ટ્રીય અને ધાર્મિક દરેક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે.તદુપરાંત નાટક,નૃત્યો, ગીત-સંગીત,રાસ-ગરબા,યોગાસનો અને પિરામીડો જેવી અનેક સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃત્તિનું પાયાનું પ્રેક્ટિકલ જ્ઞાન અપાય છે.
સ્પર્ધાઓ - સુલેખન,અનુલેખન,વક્તવ્ય,વાંચન,શૈક્ષણિક અને ધાર્મિક કોમ્પીટીશન તેમજ રાજ્યકક્ષાએ લેવાતી દરેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પ્રગત્તિના પ્રમાણપત્રો મેળવી પોતાના કુળ,કુટુંબ, અને ગુરુકુળના કીર્તિ કળશને ઉજ્જવળ બનાવે એવી અનેક સફળ પ્રવૃત્તિઓ આ ગુરુકુળ કરી રહ્યુ છે.
વ્હાલા શિક્ષણપ્રિય વાલીઓ...!
આજની કાળઝાળ મોંઘવારી અે મંદીના યુગમાં પણ નજીવા લવાજમમાં આપના બાળકના વ્યક્તિત્વ અને સર્વાંગી વિકાસની સંભવિતતાને સાકાર કરવા શિક્ષણ,શિસ્ત અને સંસ્કારના ત્રિવેમી સંગમ તેમજ મુક્ત અને શાંત વાતાવરણના માધ્યમે દરેક વિદ્યાર્થી પર નિષ્પક્ષીય વ્યક્તિગત દેખરેખ,સ્નેહાળ અને આત્મીય કર્મચારીગણ તથા 'મા'સમાન સંત સંચાલકની હરપળે હુંફાળી હૂંફ દ્વારા વિદ્યા અને વિવિધ કલાનો સુભમ સમન્વય સાધી સદ્વિદ્યાના સાંસ્કૃત્તિક વારસાની વાસ્તવિકતાને સંસ્કારધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,વિરપુર(જલારામ)સાકાર કરે છે. |