રાધારમણદેવની છત્રછાયા અને ગિરનારની ગરવી ગોદમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારથી આઠેક કિ.મી.દૂર વિસાવદર ગામમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાદ્વારા શૈક્ષણિક,સામાજિક, ધાર્મિક વગેરે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષણસેવાનો ચીલો ચીંધનાર પરમવંદનીય પૂ.સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીના કૃપાપાત્ર શિષ્ય સ.ગુ.પુરાણી સ્વામી ભગવતજીવનદાસજીએ ઘણાં વર્ષો સુધી ગુરુજીનો પડછાયો બનીને સેવા કરી સંતો, હરિભક્તોનો ખૂબ રાજીપો મેળવ્યો.શિક્ષણસેવાનો વ્યાપ વિસ્તારવા વિ.સં.2037ના વિજ્યા દશમીના દિવસે વિસાવદરમાં શિક્ષણ સેવાનો શુભારંભ કર્યો.સતાધારના મહંત પરમ પૂજ્યશ્રી શામજીબાપુના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થઆનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.
માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં છાત્રાલય અને વિદ્યાલયના ભવ્ય બિલ્ડીંગો સેવાભાવી દાનવીરોના આર્થિક સહ્યોગથી નિર્માણ પામ્યા.
સન્ 1988માં પ્રાથમિક શિક્ષણથી સંસ્થાએ સેવાના શ્રી ગણેશ કર્યા.પ્રાથમિક શાળા તથા છાત્રાલય ભલાભોળા ભૂલકાઓના કલરવથી ગૂંજવા લાગ્યા.પૂ.પુરાણી સ્વામીનું માતૃવત્ વાત્સલ્ય પામીને બાળકો શિક્ષણ સાથે સંસ્કારિતા અને જીવનઘડતરના પાઠો શીખવા લાગ્યા.ઉત્તરોત્તર આગળ વધવા સમય અને સમાજની માંગને ધ્યાનમાં રાખીને સંસ્થાએ સન્ 1992થી માધ્યમિક વિદ્યાલય શરુ કર્યુ.આજે સંસ્થામાં બાલમંદિરથી 10 ધોરણ સુધીના શિક્ષણની સુવિધા છે.સંસ્થા કેમ્પસમાં લીલીછમ વનરાજી અને વિશાળ ગ્રાઉન્ડ સાથેનું 250 વિદ્યાર્થીઓ રહી શકે તેવું વિશાળ છાત્રાલય, વાંચનાલય, વિજ્ઞાનખંડ,કોમ્પ્યુટર લેબ,પ્રાર્થનાહોલ,ભોજનાલય તથા બહારગામથી આવતા વાલીઓ અને યાત્રીઓને રહેવા માટેની સુવિધા છે.
છાત્રાલયના બાળકોને શુદ્ધ,દુધ,દહીં,છાશ વગેરે મળે તથા ગાયમાતાની સેવાના ઉદ્દેશથી સંસ્થા ગૌશાળા પણ ચલાવે છે.
સંસ્થા દ્વારા આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં સત્સંગસભાઓ,વ્યસનમુક્તિ ઝુંબેશ,સત્સંગ પ્રચાર-પ્રસાર,નૂતન હરિમંદિરોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર, સાહિત્ય પ્રકાશન વગેરે પ્રવૃત્તિઓ પણ ચાલે છે.
શિક્ષણક્ષેત્રે વટવૃક્ષ બનતી આ સંસ્થાએ મેંદરડામાં પોતાની શાખા ખોલી છે.તેમાં ધો 8 થી 12 સુધીના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે.સંસ્થા દ્વારા વિવિધ રમતગમત,સાંસ્કૃત્તિક કાર્યક્રમો,વક્તૃત્વ,ચિત્ર વગેરે સ્પર્ધાઓ,પ્રવાસ પર્યટન વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.
પૂ.કો.સ્વામી સંતવલ્લભદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર,ગોંડલમાં ઘણાં વર્ષોથી સેવાકાર્ય સંભાળી રહ્યા છે.તપોનિષ્ઠ,સ્પષ્ટવક્તા અને કર્મનિષ્ઠ એવા આ સંતે ગોંડલ મંદિરની દેવસેવા ઉપરાંત બેઠકમાંગુરુકુળ તથા ગોંડલરોડ ઉપર વિશાળ ગૌશાળા ચલાવે છે.જેઓ પુરાણી સ્વામીના મોટા સેવક છે.
પૂ.પુરાણી સ્વામી વયોવૃદ્ધ હોવા છતા પણ સંસ્થઆના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.તેમના શિષ્ય સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી,શા.સ્વામી આનંદપ્રસાદદાસજી,સ્વામી સરજુદાસજી,જગદીશ ભગત વગેરે પુરાણી સ્વામીની સીધી દેખરેખ હેઠળ સંસ્થા દ્વારા ચાલતા વિવિધ સેવા કાર્યો સંભાળી રહ્યા છે.
ગૃહસ્થ સદસ્યોમાં પ.ભ.શેઠ શ્રી કીર્તિકુમાર ગોરધનદાસ શાહ,પ.ભ.શેઠ શ્રી રતિભાઈ હરિભાઈ સાવલીયા,વિસાવદર,પ.ભ.શેઠસ્રી વિઠ્ઠલદાસ વાલજીભાઈ રાદડીયા,બગસરા તથા શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષણગણ સંસ્થાનો વિકાસ કરવા માટે કટીબદ્ધ છે.
સમયની માંગને પહોંચી વળવા બવિષ્યમાં સાનુકુળતાને વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો તથા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પણ શરુ કરવાની સંસ્થાની નેમ છે.
|